પ્રવૃત્તિ

શરદપૂનમ ઉત્સવ

શ્રી આદિપુર લોહાણા મહિલા મંડળ દ્વારા શરદપૂનમની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે,આ દિવસે આરતી પૂજન કર્યા બાદ જ્ઞાતિ ની બહેનો દ્વારા દાંડીયા રસ,રાસ ગરબા અને ધાર્મિક કાર્યક્રમ સાથે જ્ઞાતિના ભાઈ બહેનો માટે દૂધ પૌઆના પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે,તેમજ અંત મા રાસ ગરબા,દાંડીયા રાસ મા ભાગ લેનાર બહેનો ને ઈનામ આપી પ્રોત્સાહન આપવામા આવે છે.

શિક્ષણ સહાય

શ્રી આદિપુર લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમા આગળ વધવા માટે શિક્ષણ સહાય આપવામાં આવે છે.જેમાં સ્કુલ,કૉલેજ કે ઉચ્ચ અભ્યાસ માટે મહાજન શ્રી વિદ્યાર્થીની જરૂરિયાત ને ધ્યાનમાં લઈ આર્થિક સહયોગ પુરો પાડે છે. શ્રી આદિપુર લોહાણા યુવક મંડળ દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષો થી ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિના મુલ્યે પાઠ્યપુસ્તકો તેમજ સારી ક્વૉલિટીની નોટબુકો રાહત દરે જરૂરિયાત મુજબ આપવામાં આવે છે.

સ્નેહ મિલન

શ્રી આદિપુર લોહાણા મહાજન દ્વારા નૂતનવર્ષના દિવસે સ્નેહમિલનનું આયોજન સમાજવાડી મધ્યે કરવામાં આવે છે,જેમાં જ્ઞાતિજનો એકબીજા ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવે છે તેમજ આજે પણ આદિપુર લોહાણા સમાજ દ્વારા "રામ રામ" ની પ્રથા જાળવી રાખવામાં આવેલ છે.ત્યારબદ મહાજન શ્રી તરફ થી જ્ઞાતિજનોને મિઠાઈનો પ્રસાદ આપી મીઠું મોઢું કરવામાં આવે છે અને દરેક જ્ઞાતિજનોમા વર્ષો સુધી મધુર ભાવના રહે તેવા વડીલો દ્વારા આર્શીવચન આપવામાં આવે છે.

બ્લડ ડોનેશન

શ્રી આદિપુર લોહાણા યુવક મંડળ દ્વારા વાડી સંકુલ મધ્યે રક્તદાન તેમજ રક્ત પરિક્ષણ કેમ્પનું આયોજન અવારનવાર કરવામાં આવે છે.જેનો ઉદ્દેશ જરૂરિયાત સમયે જ્ઞાતિજનોને પોતાની જ્ઞાતિના ભાઈઓ દ્વારા જ રક્તની જરૂરિયાત પુરી થઈ શકે અને દરેક જ્ઞાતિજન ને પોતાના રક્તગ્રુપનો ખ્યાલ આવે તેવો હોય છે.આ કેમ્પ નું આયોજન માનદ્ ડૉક્ટરશ્રીઓ તથા મહાજન શ્રી ના સહયોગ થી કરવામાં આવે છે.

વિધ્વા સહાય

શ્રી આદિપુર લોહાણા મહાજન દ્વારા સ્થાનિક જ્ઞાતિની જરૂરિયાત મંદ ગં.સ્વ(વિધ્વા) ઓ ને આર્થિક સહાય કરવામાં આવે છે,જે મહાજન શ્રી ના ફંડ તથા દાતાશ્રીઓ ના અનુદાન થી એકત્રિત કરી આ બહેનો ને ઘર ખર્ચ ચલાવવા માટે રોકડ રકમ આપવા માં આવે છે.